આજરોજ પંજાબ ઇલેક્શન અંગે ભાજપે વધુ ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે અમૃતસર સેન્ટ્ર્લ, અમૃતસર ઇસ્ટ અને બાબા બકાલાનાં ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
BJP fields Jagmohan Singh Raju from Amritsar East Assembly constituency against Punjab Congress chief Navjot Singh Sidhu
Raju, posted as Chief Resident Commissioner to Tamil Nadu Govt, sought voluntary retirement from the IAS on January 25 pic.twitter.com/GdlI1lEeMg
— ANI (@ANI) January 27, 2022
આ અંતર્ગત, અમૃતસર ઇસ્ટ તરફથી ડો. જગમોહન સિંહ રાજુ, IAS ચૂંટણી લડશે. આ સીટ મહત્વની છે, કારણકે કોંગ્રેસ તરફથી આ જ સીટ પર નવજોતસિંહ સિદ્ધુ ચૂંટણી લડવાનાં છે. મહત્વનું છે કે, હાલ તેઓ તમિલનાડુમાં ચીફ રેસિડેન્ટ કમિશનર પદે નિયુક્ત છે, જેના પરથી તેમણે વોલન્ટરી રિટાયરમેન્ટની અરજી કરી છે.
તેમણે તમિલનાડુનાં ચીફ મિનિસ્ટરને અરજીમાં લખ્યું છે કે, છેલ્લાં 36 વર્ષથી તેઓ તમિલનાડુમાં કાર્યરત છે અને હવે તેઓ પોતાની જમીન માટે કંઇક કરવા માંગે છે. માટે તેઓ આ ચૂંટણી લડવાનાં છે.
બાબા બકાલા સીટ પર અનુસુચિત જાતિનાં કેન્ડીડેટ
આ સિવાય અમૃતસર સેન્ટ્રલ સીટ પરથી ડો. રામ ચાવલા અને બાબા બકાલાની સીટ પરથી સરદાર મંજિત સિંહ મન્ના ચૂંટણી લડશે.