આજરોજ મુંબઇ નેવલ ડોકયાર્ડમાં દુર્ઘટના ઘટી હતી. નેવલ ડોકયાર્ડ પર રહેલા INS Ranvir માં અચાનક એક બ્લાસ્ટ થતાં ત્રણ નેવી જવાન શહીદ થયા છે. આ ઘટનામાં 11 જવાનો ઘાયલ હોવાનાં પણ અહેવાલ છે.
In an unfortunate incident today at Naval Dockyard Mumbai, 3 naval personnel lost their lives in an explosion in an internal compartment onboard INS Ranvir. Responding immediately, the ship's crew brought the situation under control. There is no major material damage. pic.twitter.com/c9wJUieCCj
— ANI (@ANI) January 18, 2022
આ અકસ્માત બાદ ક્રુએ તાત્કાલિક પરિસ્થિતિ પોતાનાં હાથમાં લઇ લીધી હતી, જેથી વધારે જાનહાનિ થઇ નથી. આ ઘટના અંગે બોર્ડ ઓફ ઇન્કવાયરીનાં આદેશ અપાયા છે.
મહત્વનું છે કે, ઇસ્ટર્ન નેવલ કમાન્ડમાં તૈનાત INS Ranvir નવેમ્બર, 2021થી ત્યાં હતું, ત્યારે દરિયાકાંઠાનાં સ્પેશિયલ ઓપરેશન માટે તેને તૈનાત કરવામાં આવ્યું હતું. આજરોજ તેના ઇન્ટરનલ કમ્પાર્ટમેન્ટમાં થયેલા બ્લાસ્ટમાં ત્રણ જવાનો શહીદ થયા છે, ત્યારે ઘાયલ જવાનોને સારવાર માટે તાત્કાલિકપણે ભરતી કરવામાં આવ્યા છે.
Mumbai: 3 Naval personnel die in explosion onboard INS Ranvir, probe ordered
Read @ANI Story | https://t.co/joqtCvtGIP
#INSRanvir #explosion pic.twitter.com/CA0sarLkFh— ANI Digital (@ani_digital) January 18, 2022