આજરોજ બેંગ્લોરમાં કર્ણાટકનાં ભૂતપૂર્વ CM અને ભાજપનાં નેતા બી.એસ. યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યા લટકતી હાલતમાં મૃત મળી આવતાં રાજ્યમાં ચકચાર મચી ગઇ છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
The postmortem of Soundarya, the granddaughter of former Karnataka CM BS Yediyurappa's granddaughter, is underway at Bowring and Lady Curzon Hospital in Bengaluru. She was found hanging at a private apartment in Bengaluru.
Visuals from the hospital. pic.twitter.com/tgBW52E9Rt
— ANI (@ANI) January 28, 2022
બેંગ્લોરમાં એક પ્રાઇવેટ એપાર્ટમેન્ટમાં સૌંદર્યાની બોડી મળી આવી હતી. હાલમાં પોલીસે પોસ્ટ મોર્ટમ માટે બોડી લેડી કર્ઝન હોસ્પિટલમાં મોકલી આપી છે.
આ અંગે વધુ માહિતી આપતાં લોકલ હેલ્પર નિરંજને સમાચારપત્ર Deccan Herald ને જણાવ્યું કે તે સવારે 10 વાગ્યાની આસપાસ એપાર્ટમેન્ટ પર પહોંચ્યો હતો, પરંતુ દરવાજો ખખડાવતાં કોઇએ તે ખોલ્યો નહોતો. આથી તેણે પોતાની પાસે રહેલી સ્પેર કી વડે દરવાજો ખોલતાં અંદરનું દ્રશ્ય જોઇને હેબતાઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ, સૌંદર્યાને 9 મહિનાનું બાળક પણ છે.