બોલિવૂડ ઈન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે જ્યાં લોકો પોતાની પ્રતિભા અને એક્ટિંગના કારણે દરેક સ્થાન હાંસલ કરતા જોવા મળે છે. જો કે, ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ચમકદાર અને વૈભવી જીવન પાછળ પણ એક જીવન છે. જે પડકારોથી ભરપૂર હોય છે. ભલે લોકો બોલિવૂડની સુંદરીઓ વિશે વિચારે છે કે તેમને કોઈ વસ્તુની કમી નહીં હોય પરંતુ વાસ્તવિક જીવનમાં એવું નથી હોતુ.
ફિલ્મી પડદે કોઈની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવનારી અભિનેત્રીઓને વાસ્તવિક જીવનમાં પણ પ્રેમની જરૂર હોય છે. જેના માટે આજના યુગમાં હોલીવુડની સાથે સાથે બોલિવૂડની સુંદરીઓ પણ પ્રેમ શોધવા માટે ડેટિંગ એપનો સહારો લઈ રહી છે. ચાલો તેમના પર એક નજર કરીએ.
આ હસીનાઓ ડેટિંગ એપનો કરે છે ઉપયોગ
આ સમયે સૌથી વધુ ચર્ચિત એપ Tinder અને Bumble એપ છે, જેના વિશે તમે સાંભળ્યું જ હશે. સામાન્ય લોકો આ એપ્સ પર પોતાનું એકાઉન્ટ બનાવીને પ્રેમ શોધી શકે છે. આ એપ્સની સાથે આ દિવસોમાં એક એપ પણ ચર્ચામાં છે, જેના પર બોલિવૂડ સેલેબ્સ પણ છે. આ એપનું નામ રાયા છે. ખરેખર, વર્ષ 2015માં બનેલી આ એપ ખૂબ જ ઝડપથી પોતાનું સ્થાન બનાવી રહી છે. બોલિવૂડની ઘણી હસ્તીઓ આ એપનો ઉપયોગ કરી રહી છે, જેઓ પ્રેમની શોધમાં છે. આ રિપોર્ટમાં અમે તમને આવી જ કેટલીક સુંદરીઓના નામ જણાવીશું, જે Raya ડેટિંગ એપનો ઉપયોગ કરી રહી છે.
જ્હાનવી કપૂર
બોલિવૂડની ધડક ગર્લ જ્હાનવી કપૂરનું નામ ઘણા લોકો સાથે જોડાયેલું છે. પરંતુ તેઓ હજુ સુધી તે પોતાના પ્રેમીને શોધી શકી નથી. આ જ કારણ છે કે જ્હાન્વી કપૂર રાયા ડેટિંગ એપ પર છે. તેમ છતાં તેનું નામ તેના કો-એક્ટર ઈશાન ખટ્ટર સાથે જોડાયું હતું,.પરંતુ સમય જતાં બંને વચ્ચે અંતર આવી ગયું અને હવે જ્હાન્વી પોતાનો પ્રેમ શોધવા ડેટિંગ એપ પર પહોંચી ગઈ છે. જોકે, જ્હાન્વી કપૂરનું નામ મિસ્ટ્રી મેન સાથે જોડાયેલું રહે છે. પરંતુ એપ પર જ્હાન્વીની હાજરી દર્શાવે છે કે તેને હજુ સુધી સાચો પ્રેમ મળ્યો નથી.
વાણી કપૂર
બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર પોતાની બોલ્ડનેસ માટે લોકોમાં ફેમસ છે. વાણી કપૂર પોતાની બોલ્ડનેસથી લોકોને દિવાના બનાવી દે છે પરંતુ તેને પાગલ બનાવનાર વ્યક્તિ હજુ સુધી તેની સામે નથી આવી જેના કારણે તેણે Raya એપનો સહારો લીધો છે.
નેહા શર્મા
નેહા શર્મા બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. પોતાની ક્યુટનેસથી લોકોનું દિલ જીતનાર અભિનેત્રી નેહા શર્મા પણ Raya એપ પર પ્રેમની શોધમાં છે.
સોનલ ચૌહાણ
બોલિવૂડ એક્ટ્રેસ સોનમ ચૌહાણ એક સમયે પોતાની હોટનેસ માટે ફેન્સમાં ખૂબ જ ફેમસ છે. તેણે પોતાની હોટનેસથી આખી પેઢીને દિવાના બનાવી દીધી છે. પરંતુ તેઓને એવું કોઈ મળ્યું નથી કે જેના માટે તેઓ પ્રેમમાં પડે. એટલા માટે તે Raya એપની મદદ લઈ રહી છે.