કોરોનાએ ભારતમાં રોકેટ સ્પીડ તો પકડી છે, ત્યારે બોલિવુડમાં જાણે કોરોનાએ દરેકને ભરખવાનો નિયમ લીધો હોય, તેમ એક પછી એક સેલેબ્રિટી કોરોના પોઝિટીવ થઇ રહ્યા છે.
Bollywood માં કોરોનાનો પેસારો
હવે લત્તા મંગેશકર પણ થયાં પોઝિટિવ#breakingnews #corona #LataMangeshkar pic.twitter.com/Uc4NhXuQrz
— The Mailer (@themailerIndia) January 11, 2022
આજરોજ બોલિવુડનાં લેજેન્ડરી સિંગર લતા મંગેશકર ICU માં દાખલ થયા હોવાના સમાચાર મળ્યા હતા. તેમની ભત્રીજી રચનાએ આ માહિતી ANI ને આપતાં જણાવ્યું કે હાલમાં તેમની હાલત સ્ટેબલ છે. બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે.
બીજી તરફ, સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી અને જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂર પણ કોરોના પોઝિટિવ નોંધાઇ છે. બોલિવુડનાં હેન્ડસમ હન્ક હ્રિતક રોશનની એક્સ-વાઇફ સુઝાન ખાન પણ Omicron પોઝિટિવ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આમ, એક પછી એક બોલિવુડ કોરોનાનાં સકંજામાં આવી રહ્યું છે.
આ પહેલાં સિંગર સોનુ નિગમ પણ કોરોના પોઝિટિવ નોંધાયા હતા, ત્યારે કોરોનાની ત્રીજી લહેર પ્રથમ બે લહેર કરતાં વધુ ભયાનક હોવાનાં આ અણસાર છે, તેમ કહી શકાય.