Wednesday, October 5, 2022
Google search engine
HomeEntertainmentપાવાગઢમાં જોવા મળી ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત, માતાજીનાં મંદિરે ટેકવ્યું માથું

પાવાગઢમાં જોવા મળી ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત, માતાજીનાં મંદિરે ટેકવ્યું માથું

  • પાવાગઢમાં કરશે આગામી ફિલ્મ ‘મેરે પાસ માં હૈ’નું શુટિંગ
  • ત્રણ દિવસીય પ્રવાસે છે માધુરી દીક્ષિત

બોલિવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત હાલ ગુજરાતનાં પાવાગઢનાં પ્રવાસે છે, ત્યારે પાવાગઢમાં મંદિર ખાતે તેમની ફિલ્મનું શુટિંગ કરવામાં આવી રહ્યું છે. પાવાગઢ ખાતે માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવાતા શ્રદ્ધાળુઓ અટવાયા હતા અને પાવાગઢ ડુંગર ખાતે અવ્યવસ્થા ઉભી થઇ ગઇ હતી.

મહત્વનું છે કે, માધુરી દીક્ષિતે રોપ વેમાં બેસીને શૂટિંગ કર્યું હતું, જેને લઇને રોપ વે સેવાને અસર થઇ હતી. હવે આગામી શુટિંગ શિડ્યુલમાં જુમ્મા મસ્જિદ, સાત કમાન અને ભદ્રગેટ ખાતે શુટિંગ થશે.

માધુરીનો ‘મેરે પાસ મા હે’ ફિલ્મના શૂટિંગ માટે ત્રણ દિવસનો પ્રવાસ છે, ત્યારે સ્થાનિક મીડીયાને દૂર રખાયા છે. શૂટિંગ એરિયામાં ખાનગી બાઉન્સર સાથે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments