રાજકોટ: આજરોજ શહેરનાં 150 ફૂટ રિંગરોડ પાસે એક મોટી દુર્ઘટના સર્જાવા પામી હતી. GSPC ની બાજુમાં આવેલી દુકાનમાં અચાનક ફાયરનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
શિવ ફાયરમાં ફાયર સેફટીનો બાટલો ફાટ્યો હોવાની ઘટના ઘટી હતી, જેમાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું છે, આ ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ છે.
આ ઘટનાના પગલે સ્થાનિક લોકોને જોવે ટોળેટોળા ઉમટ્યા છે. લોકોએ રેસ્ક્યૂ કામગારી હાથ ઘરી ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.