Monday, May 29, 2023
Google search engine
HomeLife-StyleHealthBournvita row: જાણો, કેમ આ પ્રખ્યાત ઇન્ફ્લુઅન્સરને બોર્નવિટા પર બનાવેલો વીડિયો ડિલીટ...

Bournvita row: જાણો, કેમ આ પ્રખ્યાત ઇન્ફ્લુઅન્સરને બોર્નવિટા પર બનાવેલો વીડિયો ડિલીટ કરવો પડ્યો!

હાલમાં સોશિયલ મીડિયાનાં પ્રચંડ વેગમાં લોકો વિવિધ ઇન્ફ્લુઅન્સરને ફોલો કરતાં હોય છે. આ ઇન્ફ્લુઅન્સર પણ હવે અલગ-અલગ કેટેગરીમાં પોતાની આવડત મુજબ કોન્ટેન્ટ એટલે કે વીડિયોઝ અને ઓડિયો બેઝ્ડ કોન્ટેન્ટ બનાવતાં હોય છે અને લોકો સુધી પહોંચાડતા હોય છે.

તાજેતરમાં આવો જ એક વીડિયો એક જાણીતા હેલ્થ ઇન્ફ્લુઅન્સર ‘Food Pharmer’ એ દેશની જાણીતી બ્રાન્ડ Cadbury Bournvita પર એક વીડિયો બનાવ્યો હતો, જે વીડિયો તેમને ડિલીટ કરવો પડ્યો છે!

કેમ ડિલીટ કર્યો વીડિયો?

મહત્વનું છે કે, Food Pharmer એટલે કે રેવંતે Bournvita માં સુગર તત્વોનું પ્રમાણ કેટલું હોય છે અને તે ખરેખર બાળકોનાં સ્વાસ્થ્ય માટે ઉપર્યુક્ત છે કે કેમ, તેને લઇને કોમેન્ટ કરી હતી. આ વીડિયોને 12 મિલિયન વ્યુઝ મળ્યા હતા, જે ખરેખર અદ્ભૂત આંકડા કહેવાય. સાથે જ જાણીતાં સેલેબ્રિટીઝ પરેશ રાવલ, કીર્તિ આઝાદે તેને શેર પણ કર્યા હતા.

આ વીડિયો બાદ Bournvita ની પેરેન્ટ કંપની Cadbury એ રેવંત હેમંતસિંગકા પર લીગલ નોટિસ ફટકારી હતી અને જેનાં પગલે હેમંતે આ વીડિયો ડિલીટ કર્યો છે અને સાથોસાથ માફી પણ માંગી છે.

જોકે, આ વીડિયો ડિલીટ થયા બાદ પણ કેટલાંક યુઝરે તેને ડાઉનલોડ કરીને રિ-શેર કર્યો છે અને સાથોસાથ રેવંતને સપોર્ટ પણ કર્યો છે. જુઓ, તેની ઝલક…

આ ઉપરાંત, ઘણાં જાણીતાં ડોક્ટર્સ અને ટ્વિટર સેલેબ્સે પણ કેડબરી વિરુદ્ધ મોરચો માંડ્યો છે અને સરકારને આ બાબતે દખલગીરી કરવા માટે ધ્યાન દોર્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments