કાશ્મીર એકતા દિવસ નિમિત્તે પાકિસ્તાન તો ઠીક પરંતુ ગ્લોબલ કાર કંપની Hyundai દ્વારા તેમના પાકિસ્તાનનાં સોશિયલ મીડિયા પેજ પર એવી પોસ્ટ કરવામાં આવી, જેનાથી ભારતીયો ગુસ્સે ભરાયા છે અને #BoycottHyundai નો મુદ્દો સળગતો બન્યો છે.
વાત એમ છે કે, આજરોજ પાકિસ્તાન Hyundai નાં ફેસબુક અને ટ્વીટર હેન્ડલ પર કાશ્મીરની આઝાદીને લગતી પોસ્ટ કરવામાં આવી. આ સાથે જ તેમાં લખવામાં આવ્યું હતું કે, “આવો, આપણાં કાશ્મીરી ભાઇઓનાં બલિદાનને યાદ કરીએ અને તેમનાં સપોર્ટમાં આઝાદીની લડત ચાલુ રાખીએ.”
આ મુદ્દાને લઇને ભારતીયો ગુસ્સે ભરાયા છે, જેના પગલે સોશિયલ મીડિયા પર #BoycottHyundai નો ટ્રેન્ડ શરૂ થયો છે. ભારતનાં હિંદુત્વ ગ્રુપો સહિત ઘણાં લોકોએ Hyundai નાં આ પગલાંને નકરાત્મક તથા અનપ્રોફેશનલ ગણાવ્યું છે, તો ઘણી જગ્યાએ Hyundai ની ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી છે.
It's Time To . #BoycottHyundai
Shame On @Hyundai_Global
— Dr. Prachi Sadhvi (@Sadhvi_prachi) February 6, 2022
સાધ્વી પ્રાચી દ્વારા પણ આ મુદ્દે ટ્વીટ કરવામાં આવી હતી અને તેમણે Hyundai Global ને વખોડી કાઢ્યું હતું. ત્યારે આ ઘટનાને પગલે Hyundai India નાં ઓફિશિયલ હેન્ડલ દ્વારા એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
Official Statement from Hyundai Motor India Ltd.#Hyundai #HyundaiIndia pic.twitter.com/dDsdFXbaOd
— Hyundai India (@HyundaiIndia) February 6, 2022
Hyundai India એ આપેલાં ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કંપનીએ જણાવ્યું કે, “Hyundia ભારતમાં 25 થી વધારે વર્ષોથી કમિટેડ છે અને સાથે રાષ્ટ્રીયતાનાં મૂલ્યોનું સમર્થન કરે છે. અન્ય સંબંધિત એકાઉન્ટ દ્વારા India માટે વણમાંગી પોસ્ટ એ આ મહાન દેશ તરફની અમારી સેવાને હાનિકર્તા છે. ભારત એ Hyundai માટે બીજું ઘર છે અને આવાં દરેક પ્રકારનાં કમ્યુનિકેશન અને ઘટનાને સખ્તપણે વખોડીએ છીએ.”
સાથે જ Hyundai India નાં એકાઉન્ટમાં વધારે જણાવતાં લખ્યું હતું કે, “ભારત તરફનાં અમારા કમિટમેન્ટને પ્રતિબદ્ધ રહી અમે ભારત અને દરેક નાગરિકની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહીશું.”