છેલ્લાં કેટલાંય સમયથી ડેન્ગ્યુ જેવી ગંભીર બિમારી સામે ઝઝૂમી રહેલાં ઊંઝાનાં વર્તમાન ધારાસભ્ય એવા આશાબેન પટેલનું અવસાન થયું છે. દિલ્હીથી પાછા ફર્યા બાદ આશાબેન પટેલને ડેન્ગ્યૂ થયો હતો.
શરૂઆતમાં નોર્મલ ટ્રીટમેન્ટ લીધા બાદ તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પરંતુ, બિમારી ગંભીર થતાં 44 વર્ષની નાની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી.
ઊંઝા ધારાસભ્યશ્રી અને ભાજપના સંનિષ્ઠ કાર્યકર અમારા સાથી અને સહયોગી અને મહિલા અગ્રણી ડૉ. આશાબેન પટેલના દુઃખદ અવસાનથી અમે સર્વ આઘાતની લાગણી અનુભવીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને ચીર શાંતિ પ્રદાન કરે એ જ અભ્યર્થના… pic.twitter.com/Yd1jikN4mj
— Nitin Patel (@Nitinbhai_Patel) December 12, 2021
ભાજપ અને કોંગ્રેસ- બંને પક્ષે રહી ચૂક્યા હતા ધારાસભ્ય
કેમિસ્ટ્રી જેવા વિષયમાં Ph.D કરી ચૂકેલા આશાબેન પટેલે પોતાની પહેલી ટર્મ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ધારાસભ્ય રહ્યાં હતાં. આશાબેન પટેલે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવ્યા હતા. જોકે, ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.