- બજેટમાં કરવામાં આવી મહત્વની જાહેરાત
- ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં
નવી દિલ્હી: આજરોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટની જાહેરાત કરવામાં આવી. આ બજેટ અંતર્ગત ઘણી નવી જાહેરાત કરવામાં આવી, તો ઇન્કમ ટેક્સ પેયર્સ માટે પણ એક નવું પ્રાવધાન કરવામાં આવ્યું છે.
બે વર્ષ સુધી ભરી શકાશે અપડેટેડ રિટર્ન
આ પહેલાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં જો કોઇ ત્રુટિ આવે અથવા તો મોડું થાય, તો પેનલ્ટીની જોગવાઇ હતી. ત્યારે આજરોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેરાત કરવામાં આવી કે એસેસમેન્ટ યરનાં બે વર્ષ સુધીમાં અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકાશે.
To provide an opportunity to correct an error, taxpayers can now file an updated return within 2 years from the relevant assessment year: FM Nirmala Sitharaman pic.twitter.com/E73lNaXpGT
— ANI (@ANI) February 1, 2022
આ સાથે જ તેમણે ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કર્યો નથી, જે કરદાતાઓ માટે રાહતનાં સમાચાર છે. મહત્વનું છે કે, ભારતીય GDP 9.27 ટકા રહેવાનો અનુમાન છે. આ સાથે જ આ બજેટથી આગામી 25 વર્ષની બ્લૂ પ્રિન્ટ તૈયાર થશે, જે ભારતની આઝાદીનાં 100 વર્ષને મહત્વનાં બનાવશે, તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.