Thursday, June 8, 2023
Google search engine
HomeGujaratશિક્ષકો અંગેનો આ પરિપત્ર 24 જ કલાકમાં કરવો પડ્યો રદ, જાણો કેમ?

શિક્ષકો અંગેનો આ પરિપત્ર 24 જ કલાકમાં કરવો પડ્યો રદ, જાણો કેમ?

  • પ્રાથમિક શાળાનાં શિક્ષકોને લઇને જાહેર કર્યો હતો પરિપત્ર
  • 24 જ કલાકમાં તે પાછો લઇ લેવાયો

ગાંધીનગર: ગતરોજ રાજ્યનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે પ્રાથમિક શાળાનાં શિક્ષકોએ ફરજિયાત 8 કલાક હાજરી આપવી પડશે. ત્યારે આજરોજ કેબિનેટની મિટિંગમાં તે પરિપત્ર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પહેલાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે અન્ય તમામ સરકારી કર્મચારીઓ 8 કલાક કામકાજ કરે છે, તો પ્રાથમિક શાળાનાં શિક્ષકો કેમ ન કરે? ત્યારે શિક્ષકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6 થી 8ની શાળાઓ પણ ખોલવામાં આવી છે, ત્યારે સપ્તાહનાં 45 કલાક કામ કરવાનું અમલમાં કરાયું હતું.

જોકે, શિક્ષકોનાં વિરોધનાં પગલે ફક્ત 24 કલાકની અંદર જ આ પરિપત્ર પાછો લેવામાં આવ્યો છે. આ પહેલાં પણ પ્રાથમિક શાળાનાં શિક્ષકોએ સજ્જતા સર્વેક્ષણનાં નામે લેવામાં આવનારી શિક્ષકોની પરીક્ષાનો વિરોધ કરી બહિષ્કાર કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments