કેરટ શોરબા એક નોર્થ-ઇન્ડિયન રેસિપી છે, જેમાં ગાજરની સાથે ડુંગળી, બટર અને બીજાં ઘણાં મસાલા વપરાય છે. ચોમાસાની સિઝન માટે આ એક પરફેક્ટ એપિટાઇઝર છે. સાથે જ આ રેસિપી ન્યુટ્રિશિયન પણ છે, જે નાના બાળકો અને સગર્ભા મહિલાઓ માટે ફાયદાકારક છે.
કેરટ શોરબા બનાવવા માટે જુઓ આ પદ્ધતિ-
સામગ્રી–
- 550 ગ્રામ ગાજર
- 3 ટે.સ્પૂ. બટર
- 5 ટે.સ્પૂ. કોથમીર
- 1 1/2 મધ્યમ ડુંગળી
- 6 કપ પાણી
- 7 કળી લસણ
- 2 ½ બે-લીફ
સીઝનીંગ માટે જોઇશે-
- 1 ટે.સ્પૂ. સફેદ મરી પાઉડર
કઇ રીતે બનાવશો કેરટ શોરબા?
- સ્ટેપ-1: સૌપ્રથમ ગાજરને ધોઇ તેને સુધારી લો. લસણને પણ છોલીને અલગ કરી લો. હવે એક ચોપીંગ બોર્ડ લઇ તેમાં ગાજર, કોથમીર, ડુંગળી અને લસણને ચોપ કરો.
- સ્ટેપ-2: હવે એક પેન લઇ તેમાં બટર ગરમ કરો. તેમાં ડુંગળી, લસણ અને બી-લીફને સાંતળો. તે સંતળાઇ જાય એટલે તેમાં ગાજર અને કોથમીર ઉમેરી તેમાં 6 કપ પાણી ઉમેરો.
- સ્ટેપ-3: આ મિશ્રણને બોઇલ થવા દો. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો અને બ્લેન્ડરથી બ્લેન્ડ કરો. આ મિશ્રણનો પેનમં લઇ ગરમ કરો અને તેમાં મરી પાઉડર ઉમેરો. શોરબા તૈયાર છે.
આ શોરબાને સ્પ્રિંગ ઓનિયન વડે ગાર્નિશ કરી, સર્વ કરો.