વિશ્વનાં ઘણાં દેશોમાં ત્રીજી તો ઘણાં દેશોમાં ચોથી લહેર ચાલી રહી છે, ત્યારે Omicron એ પણ લગભગ દરેક દેશનો પ્રવાસ ખેડી લીધો છે. આ બધા વચ્ચે જો એકદમ ફ્રેશ કરી દે તેવા સમાચાર હોય, તો તે આફ્રિકાથી છે.
આફ્રિકાનાં લગભગ મોટાભાગનાં દેશોનાં કોરોના કેસ ધીરે-ધીરે ઘટી રહ્યા છે. WHO નાં લેટેસ્ટ આંકડા અનુસાર મોટાભાગનાં દેશોમાં કેસોની સંખ્યા 20% અને કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યા 8% ઘટવા પામી છે, જે એક સકારાત્મક બાબત છે. Omicron નાં પ્રવેશ બાદ આફ્રિકામાં ચોથી લહેરની શરૂઆત થઇ હતી, પરંતુ હવે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આફ્રિકાનાં સૌથી મોટા એવા દેશ નાઇજિરિયામાં છેલ્લા 24 કલાકમાં 123 જ કેસ સામે આવ્યા છે, તો નામિબિયા, મડાગાસ્કાર, બુરુન્ડી, ગિની, સેશેલસ, લિસોટો, યુનાઇટેડ રિપબ્લિક ઓફ ટાન્ઝાનિયામાં શૂન્ય કેસ સામે આવ્યા છે.
(Source: WHO)
જોકે, WHO નાં ડિરેક્ટર જનરલે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે 2022 એ વર્ષ હોવું જોઇએ, જ્યારે કોરોનાનો આખરે અંત આવે.
ફક્ત 10% વસ્તી જ છે વેક્સિનેટેડ
આ સારી બાબત વચ્ચે ચિંતાજનક બાબત એ પણ છે કે, સમગ્ર આફ્રિકાની કુલ 10% વસ્તી જ વેક્સિનેટેડ છે. આમ, હજી આફ્રિકામાં રસીકરણ એટલા સારા સ્તરે નથી. જોકે, વેક્સિનેશન વધારે હોય, તેવા દેશોમાં પણ કોરોનાની પરિસ્થિતિ સુધારાજનક નથી. ભારતમાં પણ 150 કરોડ વેક્સિનેશન બાદ પણ ત્રીજી લહેર પીક પર છે, ત્યારે જોવાનું છે કે આ પરિસ્થિતિ કેટલી હદ સુધી વિસ્તરે છે.