2020માં માર્ચ મહિનાની અંદર કોરોનાએ લગભગ મોટાભાગનાં પ્રદેશોમાં પોતાનો ભરડો ફેલાવ્યો હતો અને તેના કારણે રેલવેમાં કેટરિંગ સેવાઓ બંધ કરવામાં આવી હતી. સ્થગિત થયેલી આ સેવા કોરોના કેસોમાં ઘટાડો જોવા મળતાં ફરી શરૂ કરવામાં આવી રહી છે.
લોકોને પડતી મુશ્કેલીઓની એ ધ્યાનમાં રાખી ફરીથી 14 ફેબ્રુઆરીથી તમામ ટ્રેનોમાં તૈયાર ભોજન મળશે. IRCTC દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખી તમામ ટ્રેનોમાં ભોજન 14 ફેબ્રુઆરી બાદ આપવામાં આવશે.
જોકે આ પહેલાં જ તૈયાર ભોજન અપાતું હતું, પરંતુ તેમાં ભોજનમાં સ્વાદ તેમજ ક્વોલિટીને લઈને મુસાફરોને કોમ્પ્રોમાઇઝ કરીને પણ ખાવું પડતું હતું તે પ્રકારની ફરિયાદો પણ આ પહેલાં મળી છે. હવેથી ફરીથી રેલવેની અંદર કેટરિંગ શરૂ થઈ રહ્યું છે, જેથી IRCTC પ્રવાસી મુસાફરોની જરૂરિયાત અને ધ્યાનમાં રાખી રાંધેલા ભોજનની સેવા ફરી શરૂ કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત, રાંધેલું ભોજન રેલવે બોર્ડ તરફથી મળેલી માર્ગદર્શિકા અનુસાર સર્વ કરવામાં આવશે.
આ પહેલા ઘણા કેટરિંગ સાથે જોડાયેલા લોકોને રોજગારી પણ ભોજન બંધ હોવાથી મળશે, જેથી તેઓને પણ પુનઃ રોજગારી મળશે.