ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓની ફૂડ લાઇફસ્ટાઇલ હવે નેક્સ્ટ લેવલ અપગ્રેડ થવા લાગી છે. ત્યારે તેમની આ લાઇફસ્ટાઇલને સેલિબ્રેટ કરવા માટે વધુ એક રેસ્ટોરન્ટ ખૂલી છે, જે એક ખાસ થીમ પર ડિઝાઇન કરવામાં આવી છે.
જાણીતા એક્ટ્રેસ શેફાલી શાહે તાજેતરમાં જ અમદાવાદમાં ફૂડ બિઝનેસમાં ઝંપલાવ્યું છે અને ‘Jalsa: Let’s Celebrate’ રેસ્ટોરન્ટ ઓપન કરી છે, જે એક ખાસ એમ્બિયન્સ ધરાવતી રેસ્ટોરન્ટ છે.
આ રેસ્ટોરન્ટ વિશે વાત કરતાં શેફાલી શાહ જણાવે છે કે કોરોના પછી લોકોને પોતાના પરિવાર અને મિત્રોની મહત્તા સમજાઇ છે. નોર્મલ વર્ક લાઇફસ્ટાઇલથી હટીને કઇ રીતે આપણે પોતાના પરિવાર કે મિત્રો સાથે લાઇફની ખાસ પળો સેલિબ્રેટ કરીએ, તે આઇડિયા પર Jalsa રેસ્ટોરન્ટની થીમ ડિઝાઇન કરવામાં આવી છે.
રેસ્ટોરન્ટનાં ફૂડ વિશે વાત કરતાં શેફાલી જણાવે છે કે અહીં તમને દરેક પ્રકારનાં ફૂડની વેરાયટી જોવા મળશે, ચાહે તે સાઉથ ઇન્ડિયન કે ચાઇનીઝ હોય કે પછી સ્કૂલની બહાર મળતાં આમલી અને ચાટ હોય, એ દરેક ફૂડ ખાસ વેરાયટી અને સ્વાદ સાથે તમે અહીં માણી શકશો. સાથે જ અહીં એક ઓપન સ્પેસ પણ રાખવામાં આવી છે, જ્યાં તમે ગરબા રમીને પણ સેલિબ્રેટ કરી શકો છો.
શેફાલી શાહ જણાવે છે કે અહીં મેનૂ નક્કી કરવા માટે પણ તેમણે પોતાના આઇડિયા આપ્યા છે. સાથે જ નાના બાળકોથી માંડીને 80 વર્ષના વડીલ સુધી દરેક વ્યક્તિ માટે તેમની મનગમતી વસ્તુઓ અહીં મળી રહેશે, એ રીતે રેસ્ટોરન્ટ મેનુ નક્કી કરવામાં આવ્યું છે.