અમદાવાદ: આજે બાળ દિવસ- ભારતનાં પૂર્વ વડાપ્રધાન અને મહાન નેતા એવા જવાહરલાલ નેહરુનો જન્મદિવસ અને તેમની જન્મતિથિ વિશેષ આ દિવસ ભારતભરમાં ઉજવવામાં આવે છે.
આજરોજ અંધજન મંડળ ખાતે Blinds People Association અને Josh App ના સંયુક્ત ઉપક્રમે 14મી નવેમ્બરે ઉજવાતા વિશેષ ‘બાળ દિન’ અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે એક ખાસ પ્રવૃત્તિ યોજાઈ હતી.
આ પ્રસંગે બાળકોને આપવામાં આવેલ ગિફ્ટ હેમ્પરમાં સ્કુલ બેગ, લંચ બોક્સ, બ્લેંકેટ, સેનેટાઇઝર સહિત ઘણી વસ્તુઓ કે જે રોજબરોજના જીવનમાં ઉપયોગી બને, તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
બાળકોને પ્રોત્સાહિત કરવા મુંબઈથી હિન્દી, ગુજરાતી, ભોજપુરી ફિલ્મના અભિનેત્રી ઉર્વશી સોલંકી સાથે કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે અરવિંદ વેગડા તથા પ્રજા (પ્રકાશ જાડાવાલા) અને Josh App ના રિજનલ મેનેજર ચિરાગ શાહ અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
ઉર્વશી સોલંકીએ સૌને બાળ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને આ કાર્યક્રમમાં જોડાવા બદલ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. કુદરતી રીતે શારીરિક અન્યાય પામેલા દિવ્યાંગ બાળકોને વહાલ ભર્યા આશિર્વાદ પાઠવ્યા હતા. અરવિંદ વેગડા એ ભાઈ ભાઈ ગીત તથા ગરબા ગાઈ બાળકોને મનોરંજન પૂરું પાડ્યું હતું.
બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના પૂનાની સાહેબે સૌ મહેમાનો નું સ્વાગત કરેલ અને ઉષ્માભેર આવકાર્યા હતા. જીજ્ઞા જોશી એ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન વતી આભાર વ્યક્ત કર્યો હતો.