- આણંદ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કરી જાહેરાત
- ડો. વર્ગીસ કુરિયનની યાદમાં કરવામાં આવી ઉજવણી
આણંદ: કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા આજે ડો. વર્ગીસ કુરિયન (મિલ્ક મેન ઓફ ઈન્ડિયા)ની જન્મ શતાબ્દિની ઉજવણી નિમિત્તે “રાષ્ટ્રીય દૂધ દિવસ”ની ટીકે પટેલ ઓડિટોરિયમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) કેમ્પસ, NDDB, આણંદ, ગુજરાત ખાતે ઉજવણી કરવામાં આવી હતી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ડૉ. કુરિયન દ્વારા બનાવવામાં આવેલી અન્ય સંસ્થાઓએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ આ પ્રસંગે કહ્યું હતું કે કોઈ કાર્યક્રમમાં વિભાગના ત્રણે મંત્રી અને સચિવો સાથે ઉપસ્થિત હોય એવો આ પહેલો કાર્યક્રમ છે. વિભાગ તરફથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું જેના લીધે ગુજરાતવાસીઓને સારી નસલની ગાયો અને ભેંસો માટે પંજાબ અને હરિયાણા ખરીદવા જવું પડતું હતું તે હવે આ પોર્ટલ પરથી જ ખરીદી શકશે. આ ઉપરાંત પોર્ટલ https://gopalratnaaward.qcin.orgના લોન્ચિંગના કારણે આટલા બધા ગોપાલ રત્નોને સન્માનવાની તક મળી.
आज आनंद, गुजरात आदरणीय कैबिनेट मंत्री श्री @PRupala जी एवं @Murugan_MoS जी के साथ श्वेत क्रांति के जनक डॉ वर्गीस कुरियन जी को उनकी शताब्दी जयंती पर माल्यार्पण कर श्रद्धांजलि दी।
राष्ट्रीय दुग्ध दिवस की आप सभी को ढेरो शुभकामनाएं।#AzadiKaAmritMahotsav #NationalMilkDay @NDDB_Coop pic.twitter.com/DYbwK7gF0N— Dr. Sanjeev Balyan (@drsanjeevbalyan) November 26, 2021
NDDB એ પોતે એટલી સ્પર્ધાઓ કરાવી કે તેના વિજેતાઓને પણ અહીં સન્માનવામાં આવ્યા. દરેક જણ કુરિયન સાહેબને ઘરેઘરે યાદ કરે છે, જેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુપાલન સેક્ટરને મદદ આપવા એક મોટી યોજના આપી છે. જેના કારણે કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ કે જે ખેડૂતોને જ મળતું હતું તે હવે પશુપાલકોને પણ મળશે. આમાં ત્રણ લાખ સુધીની લોન પણ મળે છે.
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી શ્રી એલ. મુરૂગને કહ્યું હતું, “સરદાર પટેલની કર્મભૂમિ પર શ્વેતક્રાંતિના પ્રણેતા ડો વર્ગીસ કુરિયનજીની જન્મજયંતી પર, હું તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના પ્રયાસોથી દેશ વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો, આજે તેમની જન્મજયંતીને આપણે નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવીએ છીએ. આજે બંધારણ દિવસ પણ છે. હું બાબાસાહેબ આંબેડકર અને બંધારણના તમામ ઘડવૈયાઓને આ દિવસ પર સલામ કરું છું.”
આઠ કરોડથી વધુ ગ્રામીણ કુટુંબોને મદદ માટે, તેમની આવક વધારવા લાખો બાળકોને જરૂરી પૌષ્ટીક આહાર આપવામાં આવે છે. માનવંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને મારા સિનિયર પરષોત્તમ રૂપાલાજીના માર્ગદર્શનમાં અમારી સરકારે પશુ સંવર્ધન અને ડેરીના ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત માટે પગલાં લીધા. સરકારે રાષ્ટ્રીય ગ્લોબલ મિશન લોન્ચ કર્યું, જેમાં 54000 કરોડનું રોકાણ કરાયું જે આ ક્ષેત્રમાં સૌથી મોટું રોકાણ છે.
તેમણે ગોપાલ રત્ન એવોર્ડ મેળવનારાઓને અભિનંદન પાઠવ્યા હતા અને તમામને તેમના સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે આપણે નવી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને વધતી આંતરરાષ્ટ્રીય માગને અનુલક્ષીને ઉત્પાદન વધારવાનું છે. તેમણે અપીલ કરી હતી કે આ ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં ઉત્પાદકતામાં વધારો કરવામાં આવે. અમારા મંત્રી ખેડૂતો સાથે નિયમિત સંપર્ક જાળવીને આ કાર્યને આગળ વધારી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતનું ડેરી ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રો આ સુવર્ણ તકનો લાભ લઈને સફળતા હાંસલ કરશે.