પ્રખ્યાત ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ મુકેશ અંબાણીનાં ભાઇ અનિલ અંબાણીનાં દિકરાનાં તાજેતરમાં લગ્ન લેવાયા હતા. 20મી ફેબ્રુઆરીનાં રોજ જય અનમોલે પોતાની ગર્લફ્રેન્ડ ક્રિષ્ના શાહ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ ધામધૂમથી અને સેલેબ્રિટીઝની વચ્ચે યોજાયા હતા.
આ લગ્નમાં અમિતાભ બચ્ચન પોતાના સમગ્ર પરિવાર સાથે હાજર હતા. સાથે જ બોલિવુડનાં પ્રખ્યાત કપૂર પરિવારનાં લોકો પણ આ લગ્નમાં જોડાયા હતા.