તાજેતરમાં જ Netflix દ્વારા એક ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેનું નામ છે Chakda Express. ભારતીય મહિલા ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટર જુલન ગોસ્વામીનાં જીવનચરિત્ર પર બની રહેલી આ ફિલ્મ છે, જેમાં અનુષ્કા શર્મા લીડ રોલમાં જોવા મળશે.
મહત્વનું છે કે, અભિનેત્રીએ ગુરુવારે જ ફિલ્મની પ્રથમ ઝલક શેર કરી હતી, જેમાં તે ક્રિકેટના મેદાનમાં જોવા મળી રહી છે. અનુષ્કાને ક્રિકેટરની ભૂમિકામાં જોઈને કેટલાક લોકો ખુશ છે તો કેટલાકે અભિનેત્રી પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે.
ફિલ્મ ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન જુલન ગોસ્વામી પર આધારિત છે, પરંતુ ઓડિયન્સ રિવ્યુ અનુસાર અનુષ્કા જરાય જુલન જેવી દેખાતી નથી, ન તો ભાષા બંગાળી લેવામાં આવી છે. જોકે, કેટલાંક લોકોનું કહેવું છે કે ફિલ્મને એક કોમન ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે જુલન ગોસ્વામીનો નોર્મલ લુક જ અનુષ્કાને અપાયો છે.
આ ફિલ્મને અભિષેક બેનર્જીએ લખી છે, જ્યારે પ્રોસિત રોય તેને નિર્દેશિત કરી રહ્યા છે. પ્રોસિત રોય મૂળે બંગાળી છે, જેમણે બોલિવુડ ડેબ્યુ અનુષ્કાની જ હોરર ફિલ્મ Pari થી કર્યુ હતું.