ગાંધીનગર: આજરોજ ગુજરાત સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ અંગે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. 11મી ફેબ્રુઆરીથી રાત્રિ કરફ્યુ રાતનાં 12 થી સવારનાં 5 વાગે સુધી રહેશે, જે 8 મહાનગરોમાં લાગુ પડશે. આ ઉપરાંત, બાકીનાં નગરોમાં રાત્રિ કરફ્યુ રદ કરવામાં આવ્યો છે.
કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરી થી રાજ્યના માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે
— Gujarat Information (@InfoGujarat) February 10, 2022
મહત્વનું છે કે, આજરોજ ગુજરાત રાજ્યમાં 2275 કોરોનાનાં નવા કેસ નોંધાવા પામ્યા છે. છેલ્લાં 24 કલાકમાં કુલ 21 મૃત્યુ થયા છે.
સરકારે રજૂ કરેલી નવી ગાઇડલાઇનમાં 19 નગરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર (નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે.