ગાંધીનગર: કોરોનાને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કરફ્યુનાં નિયમો લાદ્યા હતા. જોકે, બીજી વેવ બાદ પરિસ્થિતિ સુધરવાને કારણે 1લી ડિસેમ્બરથી સરકારે તે નિયમોમાં થોડા ફેરફાર કરીને છૂટ આપી છે.
આ નવા ફેરફાર જાણો:
- રેસ્ટોરન્ટમાં ડાઇન-ઇન 12 વાગ્યા સુધી ઉપલબ્ધ
- લગ્ન પ્રસંગમાં 400 માણસો બોલાવી શકાશે
- 8 મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યુ યથાવત- કરફ્યુનો સમય રાત્રિ 1 થી પરોઢ 5 વાગ્યા સુધી
- લગ્ન બાબતે ડિજીટલ પોર્ટલ પર નોંધણી યથાવત
- જાહેર બાગ-બગીચાઓ રાત્રિનાં 10 વાગ્યા સુધી કોરોનાની ગાઇડલાઇન સાથે ખુલ્લા રહેશે
- વોટર પાર્ક અને સ્વીમિંગ પુલ 75% કેપેસિટી સાથે ખુલ્લા રાખી શકાશે
- સ્પા સેન્ટરો સવારના 9 થી રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
મહત્વનું છે કે, 8 મહાનગરપાલિકાઓમાં રાત્રિ કરફ્યુ દરમિયાન લગ્નો યોજી શકાશે નહીં. અને સાથે જ રાતે બહાર નીકળનાર વ્યક્તિ સાથે ફરજ પર હાજર પોલીસકર્મીએ માનવીય અભિગમ દાખવવો પડશે.
રાજ્યના આઠ મહાનગરો માટે ગુજરાત સરકારની માર્ગદર્શિકા. pic.twitter.com/54pc7pomPs
— Harsh Sanghavi (@sanghaviharsh) November 30, 2021