Twitter ની કમાન પોતાના હાથમાં લીધા પછી એલન મસ્ક એક પછી એક નિર્ણાયક બોંબ ફેંકી રહ્યા છે, ત્યારે આજરોજ વધુ એક જાહેરાત તેમણે કરી છે.
બ્લુ ટિક માટે ચાર્જ લેવાની જે વાતો વહેતી થઇ હતી, તેને આજે કન્ફર્મેશન મળ્યું છે. એલન મસ્કે એક ટ્વિટ દ્વારા કહ્યું કે, બ્લુ ટિક વેરિફિકેશન માટે માસિક 8 ડોલરનો ચાર્જ લેવામાં આવશે.
Twitter’s current lords & peasants system for who has or doesn’t have a blue checkmark is bullshit.
Power to the people! Blue for $8/month.
— Elon Musk (@elonmusk) November 1, 2022
મહત્વનું છે કે, આ પહેલાં ટ્વિટર પર વેરિફિકેશન માટે મન્થલી 20 ડોલરનો ચાર્જ ચૂકવવો પડશે, એવી વાતો વહેતી થઇ હતી. જોકે, તેને મહદ્અંશે સમર્થન મળ્યું, તેમ કહી શકાય.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી પહેલાં મારતે ઘોડે વિકાસ મોરબી પહોંચ્યો!