સુરત: આજરોજ સુરત GIDC માં કેટલાંક લોકો માટે નવી સવાર કાળમુખી બનીને આવી હતી. સુરતનાં GIDC માં એક ટેન્કરમાંથી કેમિકલ લીક થતાં નજીકમાં સૂતા શ્રમજીવીઓનો ભોગ લેવાયો હતો.
આ ઘટનામાં 20થી વધુ મજૂરો ગૂંગળામણનો ભોગ બન્યા હતા, જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
#Surat: સચિન GIDCમાં ટેન્કર લીક થતાં 6 શ્રમજીવીઓનાં મોત pic.twitter.com/GaphKepCfP
— The Mailer (@themailerIndia) January 6, 2022
અસરગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ
સચિન GIDC માં બનેલી આ ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જીપીસીબી અને FSL દ્વારા ઘટના સ્થળેથી ઝેરી કેમિકલના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ ટેન્કરના પગરવ દહેજ સુધી જતાં પોલીસે ત્યાં પણ તપાસ હાથ ધરી છે અને સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
આ વાંચ્યું કે…
અંતે ગુજરાત સરકારનો પ્રશંસનીય નિર્ણય: Vibrant Summit 2022 મોકૂફ