Valentine’s Week ચાલી રહ્યું છે અને આજે એ વીકનો સ્પેશિયલ ડે એટલે કે ચોકલેટ ડે છે. કોકો બીન્સમાંથી બનતી ચોકલેટ ન ફક્ત નાનેરાં પરંતુ દરેક ઉંમરનાં લોકોને ભાવતી ખાસ વસ્તુ છે, જેને લોકો ક્યારેય નકારતાં નથી. ત્યારે આજે પ્રેમી-પંખીડાઓ ખાસ પોતાના પ્રેમને ચોકલેટ્સ આપીને વ્યક્ત કરતાં હોય છે.
હેલ્થની દ્રષ્ટિએ ફાયદાકારક છે ચોકલેટ
મહત્વનું છે કે, નિયમિત ચોકલેટ ખાવાથી શરીરને ઘણી રીતે ફાયદા થતાં હોય છે. અન્ય કોઇપણ ખોરાક કરતાં ચોકલેટમાં સૌથી વધારે એન્ટિ-ઓક્સિડન્ટ હોય છે, જે શરીરને તરોતાજાં રાખવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ તે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ પણ દૂર કરવામાં મદદ કરે છે.
એનર્જી બુસ્ટરનું કામ કરે છે ચોકલેટ
એક્સેસીવ કામની વચ્ચે કે હાર્ડ વર્કની વચ્ચે ક્યારેક ચોકલેટ ખાઇ લેવી જોઇએ, જેનાંથી બોડીમાં એનર્જી બની રહે છે. આ ઉપરાંત, મેમરીને શાર્પ કરવા માટે પણ ચોકલેટ એટલી જ ઉપયોગી છે, માટે જે લોકો નિયમિત ચોકલેટ ખાતા રહે છે, તેમની મેમરી ક્યારેય ઢીલી નહીં પડે.