વિધાનસભાની અંદર ચાલી રહેલા સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવને લઈને અનોખી રીતે વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. પેટ્રોલના ભાવ 100 ને પાર પહોંચતા વિધાનસભામાં કોંગ્રેસ બે ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ સાયકલ પર આવ્યા હતા.
આ બંને કોંગ્રેસી ધારાસભ્યોએ અન્ય વાહનોની જગ્યાએ સાયકલ આવીને આ વિરોધ અનોખી રીતે કર્યાો હતો અને હવે આ જ એક વિકલ્પ મોંઘવારી સામે આગામી સમયમાં લોકો પોસે રહેશે તેવો મેસેજ તેમને આપ્યો હતો.
પેટ્રોલના ભાવમાં ફરી એકવાર પ્રતિ લિટર 80 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 82 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 9 દિવસમાં 8મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાથી વધુ રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે ફેરફાર કરવામાં આવ્યો ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ 82 ડોલરની આસપાસ હતી, જે હાલમાં 120 ડોલરથી પણ વધુ છે. નિષ્ણાતોના મતે ડીઝલની કિંમત 13.1 રૂપિયાથી 24.9 રૂપિયા પ્રતિ લીટર વધી શકે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કેમ કે, હજુ પણ ભાવ વધી શકે છે.
ગુજરાતના મોટા ભાગના શહેરોની અંદર પેટ્રોલની કિંમતમાં 100 રૂપિયાથી વધુ વધી ગઈ છે. જેમાં ભાવનગરમાં સૌથી વધુ પેટ્રાેલના ભાવ થઈ ગયા છે. 102.37 રૂપિયા પેટ્રોલનો ભાવ છે, જ્યારે અમદાવાદમાં 100.70 પેટ્રોલનો ભાવ પહોંચ્યો છે એવી જ રીતે મોટાભાગના શહેરોમાં પેટ્રાેલ 100 રુપિયાને પાર પહોંચ્યું છે.