”આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારત સરકારની પ્રગતિશીલ ભારતના 75 વર્ષની ઉજવણી અને તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી અને સ્મરણ માટે એક પહેલ છે. આ મહોત્સવના ભાગરૂપે, ભારત આવતીકાલે એટલે કે 26મી નવેમ્બરે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યું છે.
ભારતના માનનીય રાષ્ટ્રપતિ સવારે 11:00 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલથી બંધારણ દિવસની ઉજવણીનું જીવંત નેતૃત્વ કરશે.

આ પ્રસંગે માનનીય ઉપરાષ્ટ્રપતિ, માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય સ્પીકર, મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
માનનીય રાષ્ટ્રપતિના સંબોધન પછી, સમગ્ર રાષ્ટ્રને તેમની સાથે લાઇવ બંધારણની પ્રસ્તાવના વાંચવા માટે આમંત્રિત કરવામાં આવે છે. તેઓ ‘બંધારણીય લોકશાહી પર ઓનલાઈન ક્વિઝ’ – mpa.gov.in/constitution-dayનું પણ ઉદ્ઘાટન કરશે. 23 ભાષાઓમાં (22 સત્તાવાર અને અંગ્રેજી) બંધારણની પ્રસ્તાવના વાંચવા સંબંધિત પોર્ટલ આજે મધ્યરાત્રિએ લાઇવ થશે. પ્રમાણપત્રો mpa.gov.in/constitution-day પરથી ડાઉનલોડ કરી શકાય છે.