રાજ્યમાં કોરોનાના કેસોનો એક્ટિવ આંક ઘટી રહ્યો છે. ધીરે-ધીરે આ આંકડો 500ની અંદર જઇ રહ્યો છે, જ્યારે હવે એક્ટિવ કેસો 4 હજાર આસપાસ છે.
મહત્વનું છે કે, આજરોજ આખા ગુજરાતમાં કુલ 367 કોરોનાનાં કેસો નોંધાયા છે. જ્યારે 4 દર્દીઓના મૃત્યુ કોરોનાથી થયા છે.
અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. પરંતુ પહેલીવાર ત્રીજી લહેર શરૂ થયાને મોતનો આંકડો 0 પર પહોંચ્યો છે. જે રાજ્યના સમચાર છે. અન્ય કોર્પોરેશન, જિલ્લા વિસ્તારમાં કેસો ઘટયા છે.
રાજ્યમાં હવે 3925 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાથી નાજુક સ્થિતિના કારણે 36 દર્દીની સારવાર વેન્ટિલેટરના સહારે છે. ત્રીજી લહેરની પીક બાદ કોરોના કેસોમાં સતત ડાઉન ફોલ જોવા મળ્યો છે. મહત્વનું છે કે, ગુજરાતમાં જાન્યુઆરી બાદ કેસો વધ્યા હતા. 24,485 કેસો હતા આ કેસોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.
હવે એકલા અમદાવાદ શહેરમાં દૈનિક કેસ 3 આંકડામાં અને વડોદરા અને ગાંધીનગર કોર્પોરેશન તથા વડોદરા અને બનાસકાઠાં જિલ્લામા કેસ ડબલ ડ્ઝિટમાં નોંધાઈ રહ્યાં છે. જૂનાગઢ કોર્પોરેશન સહિત અન્ય 8 જિલ્લામાં કેસનો આંક શૂન્ય થઈ ગયો છે.