કોરોનાને જાણે ગુજરાતમાં જલસા હોય તેમ માજા મૂકી છે. આજરોજ રાજ્યભરમાં કુલ 7476 નવા કેસ નોંધાવા પામ્યા છે, જ્યારે કોરોનાને કારણે કુલ 3 દર્દીનાં મૃત્યુ થયા છે.
#GujaratCoronaUpdate
#Gujarat માં આજે #COVID19 ના 7476 નવા કેસ, 3 દર્દીના મૃત્યુ તો 2704 દર્દી સાજા થયા
#Ahmedabad માં આજે 2903, #Surat માં 2124, #Vadodara માં 606, #Rajkot માં 319 નવા કેસ નોંધાયાકુલ રિકવરી: 8,28,406
સક્રિય કેસ: 37,238 pic.twitter.com/G5CfyeBlXf— DD News Gujarati (@DDNewsGujarati) January 11, 2022
જિલ્લાવાર વાત કરીએ તો સૌથી વધારે કેસ અમદાવાદમાં છે, જ્યાં કુલ 2861 કેસ નોંધાયા છે, તો સુરતમાં 1988 કેસ નોંધાવા પામ્યા છે. આમ, અમદાવાદ અને સુરતની પરિસ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે.
અન્ય જિલ્લાઓનાં આંકડા જોઇએ તો વડોદરામાં 551 કેસ, ભાવનગરમાં 136 કેસ, રાજકોટમાં 244 કેસ, વલસાડમાં 189 કેસ અને ગાંધીનગરમાં 135 કેસ છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં 121 કેસ નોંધાયા છે.
21 જિલ્લાઓ એવા છે, જ્યાં આંકડો હજી 100 ને પાર થયો નથી, જ્યારે સાત જિલ્લાઓમાં સિંગલ ડિજિટનાં કેસ છે. બોટાદ, પાટણ અને છોટા ઉદેપુર જ એવા જિલ્લાઓ છે, જ્યાં એકપણ કેસ નોંધાયો નથી.