Friday, June 9, 2023
Google search engine
HomeIndiaકો'ન્ગ્રેસનાં તો નહીં પરંતુ કો'રોનાનાં ભરડામાં આવ્યું ભાજપ- આટલાં મોટાં નેતાઓ પોઝિટિવ

કો’ન્ગ્રેસનાં તો નહીં પરંતુ કો’રોનાનાં ભરડામાં આવ્યું ભાજપ- આટલાં મોટાં નેતાઓ પોઝિટિવ

ગતરોજ ગુજરાતનાં ઘણાં ખરાં ભાજપી નેતા પોઝિટિવ આવ્યાનાં સમાચાર હતા, ત્યારે આજરોજ કેન્દ્રમાં પણ ભાજપનાં નેતાઓ પર કોરોનાએ ભરડો લીધો છે.

આજરોજ બપોરે રક્ષામંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ આવ્યાનાં સમાચાર હતા, ત્યારે સાંજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જયપ્રકાશ નડ્ડા પણ કોરોના પોઝિટિવ થયા છે. આ માહિતી તેમણે ટ્વીટ કરીને આપી હતી.

જેપી નડ્ડાએ જણાવ્યું કે શરૂઆતી લક્ષણો જણાવાથી તેમણે રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. ત્યારે તેઓ જાતે જ આઇસોલેટ થઇ ગયા છે. તેમણે લોકોને અનુરોધ કર્યો છે કે, જેઓ તેમના સંપર્કમાં આવ્યા હોય, તેઓ તપાસ કરાવી લે.

મહત્વનું છે કે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે સોમવારે સવારે એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેઓ નેગેટિવ હતા. પરંતુ, ડોક્ટરોની સલાહ અનુસાર મુખ્યમંત્રી આઇસોલેશનમાં છે. તો બીજી તરફ કર્ણાટકનાં મુખ્યમંત્રી બાસવરાજ બોમ્માઇ પણ આજરોજ પોઝિટિવ નોંધાયા છે, ત્યારે જોવાનું એ છે કે શું ખરેખર હવે ચૂંટણી પ્રચારમાં ભાજપ રેલીઓને ત્યજશે કે પછી એ જ પ્રથા ચાલુ રાખશે!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments