ગાંધીનગર: હેડ ક્લાર્કની પરીક્ષા બાદ માહિતી ખાતાની પરીક્ષા પર પણ હાઇકોર્ટનો સ્ટે આવ્યો હતો. ત્યારે આજરોજ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે.
ગૌણ સેવા પસંદગી મંડળ બાદ હવે ઊર્જા વિભાગની પરીક્ષામાં છેલ્લાં 3 વર્ષમાં અમુક ચોક્કસ સમુદાયને જ નોકરી આપવાનું ષડયંત્ર હતું, તે આંદોલનકારી યુવરાજસિંહે બહાર પાડ્યું છે.
પટેલ અને પ્રજાપતિ સમુદાયને વધારે અપાઇ નોકરી
આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે અમારી ટીમને કોઈ જાતિ, જ્ઞાતિ, વ્યવસાય કે અધિકારીઓ પ્રત્યે કોઈ રોગદ્રેષ નથી. અમે ફક્તને ફક્ત વિદ્યાર્થીઓના હિતમાં રાખીને અમે રજૂઆત કરીએ છીએ.
છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે.
આ પરીક્ષાનાં પેપરો 21 લાખમાં વેચાતા હતા, તેની પણ માહિતી યુવરાજસિંહે આપી છે. યુવરાજના આક્ષેપો બાદ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે, અને જો આક્ષેપ સાબિત થયા બાદ કસુરવારો સામે કાયદાકીય પગલા લેવાશે. બીજી બાજુ તેમણે ઉમેર્યું હતું કે અમે સુચનાઓ આપી છે તપાસ કરીને જે કસુરવાર હશે તેની સામે પગલાં લેવાશે.