Monday, May 29, 2023
Google search engine
HomeIndiaદેશની 15મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવતાં વડાપ્રધાન મોદી, આ બંને...

દેશની 15મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવતાં વડાપ્રધાન મોદી, આ બંને શહેરોનું અંતર ઘટાડશે નવી ટ્રેન

આજરોજ ભારતીય રેલ્વેએ વધુ એક વંદે ભારત એક્સપ્રેસને જાહેર જનતા સમક્ષ મૂકી છે. આ વંદે ભારત રાજસ્થાનની પ્રથમ વંદે ભારત છે અને તે દિલ્હી કેન્ટ- જયપુર વચ્ચે દોડશે.

આ ટ્રેન 13મી એપ્રિલથી નિયમિત રૂપે શરૂ થશે, જે જયપુર, અલવર અને ગુરુગ્રામ થઇને રાજસ્થાનનાં અજમેર અને દિલ્હી કેન્ટ વચ્ચે દોડશે. આજરોજ જયપુરથી સવારે 11 વાગે આ ટ્રેન ઉપડશે, જે સાંજે 4 વાગે દિલ્હી કેન્ટ પહોંચશે.

મહત્વનું છે કે, નિયમિત સ્વરૂપે આ ટ્રેનનું સંચાલન અઠવાડિયાનાં છ દિવસ (બુધવાર સિવાય) થશે, જેમાં તે અજમેરથી સવારે 6:20 એ નીકળશે, જે 9:35 એ જયપુર પહોંચશે અને ત્યાંથી 11:35 વાગે દિલ્હી કેન્ટ પહોંચશે. આ સાથે જ દિલ્હી કેન્ટથી ઉપડનારી વંદે ભારત સાંજે 6:40 એ ઉપડશે, જે રાતે 10:05 એ જયુપર અને 11:55 વાગે અજમેર પહોંચશે.

આ વંદે ભારતમાં કુલ 12 એ.સી. ચેયર કાર, 2 એ.સી. એક્ઝિક્યુટિવ ચેયરકાર અને 2 ડ્રાઇવિંગ કારશ્રેણી ડબ્બા સહિત 16 ડબ્બા હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments