Monday, May 29, 2023
Google search engine
HomeIndiaદેશને મળી વધુ એક વંદે ભારત: આ રાજ્યની સૌપ્રથમ વંદે ભારત, જે...

દેશને મળી વધુ એક વંદે ભારત: આ રાજ્યની સૌપ્રથમ વંદે ભારત, જે જોડશે દિલ્હી સુધી!

ભારતીય રેલવે દરરોજ નવા આયામો સર કરી રહી છે, ત્યારે આજરોજ દેશને વધુ એક હાઇસ્પીડ વંદે ભારત એક્સપ્રેસની ભેટ મળી છે. આ નવી વંદે ભારત ટ્રેન દેશની રાજધાની દિલ્હીથી દેવભૂમિ ઉત્તરાખંડનાં ખાસ શહેર દેહરાદૂન સુધી દોડશે. આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લેગ ઓફ કરીને આ ટ્રેનને લોકોને અર્પિત કરી.

દિલ્હીથી દેહરાદૂન હવે ગણતરીનાં કલાકોમાં

વંદે ભારત એક્સપ્રેસ થકી હવે દિલ્હીથી દેહરાદૂન 4 કલાક 45 મિનિટમાં પહોંચી શકાશે. આ ટ્રેન દેહરાદૂનથી સવારે 7 વાગે ઉપડશે, જે આનંદ વિહાર સ્ટેશન પર પોણા બાર વાગ્યે પહોંચશે. મહત્વનું છે કે, આ ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયાનાં છ દિવસ દોડશે. આ ઉપરાંત, આ નવી વંદે ભારત ટ્રેનમાં દેહરાદૂનથી દિલ્હી વચ્ચે માત્ર પાંચ સ્ટોપેજ હશે. જેમાં હરિદ્વાર, રૂરકી, સહારનપુર, મુઝફ્ફરનગર અને મેરઠનો સમાવેશ થાય છે. મહત્તમ ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

ઉત્તરાખંડ રેલવેને મળ્યું ખાસ બજેટ

આ પ્રસંગે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈશ્ણવે જણાવ્યું કે નવ વર્ષ પહેલાં ઉત્તરાખંડ રેલવે માટે ફક્ત 200 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ રેલવે માટે ખાસ 5000 કરોડનું બજેટ આપ્યું છે.

આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, વિશ્વના લોકો ભારતને જોવા અને સમજવા માટે ભારત આવવા માંગે છે. આવી સ્થિતિમાં ઉત્તરાખંડ જેવા સુંદર રાજ્યો માટે આ એક મોટી તક છે. આ તકનો પૂરો લાભ લેવા માટે આ ‘વંદે ભારત ટ્રેન’ ઉત્તરાખંડને પણ મદદ કરવા જઈ રહી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments