ડેલ્ટા વાયરસ પછી કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવ્યો છે, જેણે બે જ દિવસમાં દુનિયાભરની ચિંતા વધારી છે. આ નવા સ્વરૂપને કે જે B 1.1.529 (Coronavirus New Variant B.1.1.529) છે, તેને વૈજ્ઞાનિકોએ Omicron નામ આપ્યું છે.
સાઉથ આફ્રિકા પછી આટલાં દેશોમાં જોવા મળ્યો નવો વેરિએન્ટ
ભારતમાં પણ આ નવા વેરિએન્ટને પગલે સતર્કતાનાં ભાગરૂપે વડાપ્રધાને મિટિંગ બોલાવી છે. આ વાયરસ અંગે સૌથી ખતરનાક બાબત એ છે કે વેક્સિનનાં ડબલ ડોઝ લીધેલા લોકોને પણ તેનો ચેપ લાગી રહ્યો છે. સાઉથ આફ્રિકામાં તે ઝડપથી ફેલાઇ રહ્યો છે અને હવે તે ઇઝરાયેલ, બેલ્જિયમ, હોંગકોંગ અને બોત્સાવાનામાં પણ જોવા મળ્યો છે.
WHO નાં ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને આ અંગે જણાવ્યું કે કોવિડ-19નાં વિકાસ પર WHOનાં ટેકનિકલ સલાહકાર ગ્રુપે સ્થિતિની સમીક્ષા કરી અને વેરિએન્ટ સંબંધે વધુ અભ્યાસ માટે શુક્રવારે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ સાથે જ તેમણે દુનિયાનાં દેશોને ન ડરવા અને વેક્સીનેશન કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે જ સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો મજબૂત કરવા માટે આગ્રહ કર્યો છે.
યુરોપિયન કમિશનનાં પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેરએ નવા વેરિએન્ટને પગલે અસરગ્રસ્ત દેશોમાં એર ટ્રાવેલ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. ઇંગ્લેન્ડે પણ સાઉથ આફ્રિકાની બધી ફ્લાઇટ સસ્પેન્ડ કરી છે.
The US will restrict travel from South Africa and seven other countries in response to the newly identified Omicron variant of coronavirus https://t.co/40e7dvCzFa
— CNN (@CNN) November 27, 2021
અમેરિકાએ પણ સાઉથ આફ્રિકન ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નવો વેરિએન્ટ સામે આવ્યાં બાદ વૈજ્ઞાનિકોએ ચેતાવણી આપી છે કે, વાયરસનું નવું સ્વરૂપની સંખ્યા વધી શકે છે. જે વેક્સિનેશન પ્રત્યે વધુ પ્રતિરોધી હોઇ શકે છે. જેનો ફેલાવવાનો દર વધુ હોઇ શકે છે. જેથી કોરોનાનાં કેસમાં વધારો થઇ શકે છે. આ વચ્ચે એક વિશેષ એક્સપર્ટનું કહેવું છે કે, તેનો કોવિડ-19 વેક્સિન પર પડતો પ્રભાવ વધુ અઠવાડિયા સુધી માલૂમ થતો નથી.