મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,40,37,054 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 8,548 દર્દીઓ સાજા થયા છે.
આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.35% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.
158 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.85% છે જે છેલ્લા 18 દિવસથી 1%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.89% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 59 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 94 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.