- છેલ્લા 24 કલાકમાં 67.82 લાખ ડોઝ આપવામાં આવ્યા
- સાજા થવાનો દર હાલમાં 98.28%, માર્ચ 2020થી સૌથી વધુ
નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં 67,82,042 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ 113.68 કરોડ (1,13,68,79,685)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. આ એક સન્માનજનક આંકડો છે.
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,38,73,890 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 12,134 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.28% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે. 143 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 10,197 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત, સક્રિય કેસનું ભારણ હાલમાં 1,28,555 છે, 527 દિવસમાં સૌથી નીચું છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.37% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,42,177 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 62.70 કરોડથી વધારે (62,70,16,336) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.96% છે જે છેલ્લા 54 દિવસથી 2%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.82% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 44 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 79 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.