આજરોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2022 ની રજૂઆત કરી છે. લગભગ 40 લાખ કરોડનાં આ બજેટમાં ડિજિટલ કરન્સીથી માંડીને કોલેજો અને યુનિવર્સિટીઓનાં ડિજીટાઇઝેશનની મહત્વની જાહેરાતો કરી છે. ત્યારે લોકોને જેની આતુરતાથી રાહ હતી, તે ક્રિપ્ટો અંગે પણ આ બજેટમાં મહત્વની પણ ભારે જાહેરાત થઇ છે.
ક્રિપ્ટોકરન્સીની આવક પર લાગશે 30% ટેક્સ
India introduces 'crypto tax' of 30 per cent
Read @ANI Story | https://t.co/4pjoSOoASw#CryptoTax #Budget2022 #NirmalaSitharaman pic.twitter.com/MROy0RXBtZ
— ANI Digital (@ani_digital) February 1, 2022
આજરોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે ડિજીટલ વર્ચ્યુઅલ એસેટથી થતી આવક પર 30% ટેક્સ લાગશે. સાથે જ આવી એસેટ ગિફ્ટમાં આપવા પર પણ સમાન ટેક્સ રહેશે.
મહત્વનું છે કે, RBI દ્વારા ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવશે, જેથી બની શકે છે કે ભારત પોતાની અલગ ક્રિપ્ટો સાથે વર્ચ્યુઅલ કરન્સીનાં માર્કેટમાં ઝંપલાવે.