Tuesday, May 30, 2023
Google search engine
HomeGujaratગુજરાત માટે સોનેરી તક: 18 થી 22 ઓક્ટોબર સુધી યોજાઇ રહ્યો છે...

ગુજરાત માટે સોનેરી તક: 18 થી 22 ઓક્ટોબર સુધી યોજાઇ રહ્યો છે ડિફેન્સ એક્સ્પો

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ડિફેન્સ એક્સ્પોનું આયોજન અમદાવાદ-ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ એક્સ્પો 18મી ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી યોજાનાર છે, જેમાં ડિફેન્સ ફોર્સ, એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરની જાણીતી કંપનીઓ દ્વારા ખાસ એક્ઝિબિશન થશે.

આ ઉપરાંત, ભારતની ત્રણેય સેના દ્વારા ખાસ પ્રદર્શન પણ યોજાનાર છે, જેનું રિહર્સલ છેલ્લાં પાંચ દિવસથી અમદાવાદમાં થઇ રહ્યું છે. સરદાર બ્રિજથી એલિસ બ્રિજ વચ્ચે ખાસ જવાનો દ્વારા કરતબ કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, ડિફેન્સ એક્સ્પોની 12મી આવૃત્તિમાં 70થી વધુ દેશો ભાગ લઇ રહ્યા છે.

1328 કંપનીઓએ કરાવી છે નોંધણી

આ ડિફેન્સ એક્સ્પો અંતર્ગત, કેન્દ્રીય સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર, સચિવ સંજય જાજુ (રક્ષણ ઉત્પાદન) અને સંરક્ષણ નિર્દેશક અચલ મલ્હોત્રાએ શુક્રવારે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં અત્યાર સુધીના સૌથી મોટા સ્થળ એક લાખ ચો.મી.થી વધુ વિસ્તારમાં આયોજિત થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 1328 કંપનીઓએ નોંધણી કરાવી છે, જે છેલ્લી આવૃત્તિ 1028 કરતાં વધુ છે. 5 દિવસના આયોજન દરમિયાન પહેલાં 3 દિવસ ખાસ વ્યવસાહીક દિવસ હશે, જ્યારે છેલ્લા બે દિવસોમાં ગુજરાત યુવા ઉદ્યાગ સાહસિકો અને શાળા કૉલેજના વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments