ગતરોજ ધંધુકાનાં કિશન ભરવાડ નામનાં યુવાનની સોશિયલ મિડિયા પોસ્ટ મામલે હત્યા કરવામાં આવી છે. ત્યારે આજરોજ મૃતકનાં પરિવારને મળવા ગૃહરાજ્યમંત્રી મળવા પહોંચ્યા છે. આ સાથે જ બોટાદનાં રાણપુર ગામમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો.
કિશન ભરવાડની હત્યાને મામલે આજરોજ રાણપુરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કર્યો છે. હાલમાં રાણપુરમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આ પહેલાં કિશન ભરવાડે અન્ય ધર્મને ઉશ્કેરતી એક પોસ્ટ સોશિયલ મિડિયા પર કરી હતી, જેના પગલે બબાલ મચી ગઇ હતી. જોકે કિશને પાછળથી તે પોસ્ટ ડિલીટ કરી હતી, ત્યારે અન્ય સમાજ દ્વારા તેની હત્યા થઇ હોવાની વાત સમાજ દ્વારા કરવામાં આવી છે અને સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આરોપીઓને તાત્કાલિક પકડી કડક સજા કરવા માંગ કરવામાં આવી છે.