સાઉથ આફ્રિકાથી વિવિધ દેશોમાં હાલ ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરવામાં આવી છે, ત્યારે છેલ્લાં 25 દિવસમાં સાઉથ આફ્રિકાથી ભારતનાં વિવિધ શહેરોમાં લોકો આવ્યા છે. ત્યારે બેંગ્લોર આવેલાં બે વ્યક્તિઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
જોકે, આ બંને પોઝિટિવ સેમ્પલમાં કોરોનાના નવા વેરિયન્ટની હાજરીની હજુ પુષ્ટિ થઈ નથી. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ અંગે કર્ણાટકનાં મંત્રી આર. અશોકે જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાથી 1000થી વધુ લોકો પરત ફર્યા છે. દરેકના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે લોકો પહેલાથી બેંગ્લોર અથવા ક્યાયથી પણ પરત ફર્યા છે, તેમનો 10 દિવસ બાદ ફરી ટેસ્ટ કરવામાં આવશે.
More than 1000 people have come from South Africa. All of them have been tested. One more test will be done after 10 days for those who have already come to Bengaluru or somewhere: Karnataka Minister R Ashoka#Omicron pic.twitter.com/s1KeA0c9iy
— ANI (@ANI) November 27, 2021
હાઇ રિસ્કવાળા દેશોથી આવ્યા 584 લોકો
વધુમાં બેંગ્લોર રુરલ DC એ જણાવ્યું કે 1 નવેમ્બરથી ગઇકાલ સુધીમાં કુલ 94 લોકો સાઉથ આફ્રિકાથી આવ્યા છે, તેમાંથી ફક્ત 2 લોકો જ સંક્રમિત જણાયા છે. જ્યારે હાઇ રિસ્કવાળા દેશોથી કુલ 584 લોકો આવ્યા છે.
આ સાથે જ પડોશી રાજ્ય તમિલનાડુએ રાજ્યના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્ક્રીનિંગનું ચેકિંગ કરવા માટે સ્વાસ્થ્ય વિભાગના 4 અધિકારી તહેનાત કર્યા છે. આ અધિકારી ચેન્નઈ, કોઇમ્બતૂર, તિરુચિરાપલ્લી એરપોર્ટ પર રહેશે.