આજરોજ ભારતે પોતાનું એક અનોખું રત્ન ગુમાવ્યું છે. સ્વરસામ્રાજ્ઞી અને સ્વરકોકિલા જેવા ઉપનામોથી જેમને ભારતે પોતાના દિલથી નવાજ્યા છે, એવા એકમાત્ર લત્તા મંગેશકરજીએ આજરોજ વિદાય લીધી છે. આ ઘટનાને પગલે કેન્દ્ર સરકાર દ્વારા આજરોજ બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
The #BJP (@BJP4Goa) in #Goa cancelled Prime Minister #NarendraModi's (@narendramodi) virtual poll rally in the state, in view of the death of iconic singer #LataMangeshkar, Chief Minister #PramodSawant (@DrPramodPSawant) said.
Photo: IANS (File) pic.twitter.com/dDRw7xILWS
— IANS Tweets (@ians_india) February 6, 2022
ભારતીય ટીમ આપશે શ્રધ્ધાંજલિ
આ સાથે જ ભારતીય ટીમ આજરોજ મેચમાં કાળી પટ્ટી બાંધીને લત્તા મંગેશકરજીને શ્રધ્ધાંજલિ આપશે. સાથે જ ભારતીય ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
આ સિવાય ગોવામાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને થનાર વર્ચ્યુઅલ રેલીઓ પણ કેન્સલ કરવામાં આવી છે, તેવું ગોવાનાં મુખ્યમંત્રીએ જણાવ્યું છે.
મહત્વનું છે કે, ફક્ત બોલિવુડ જ નહીં, પરંતુ ભારતનાં તમામ ભાષાઓનાં સિનેજગતનાં સેલેબ્રિટીએ આ ઘટનાને લઇને શ્રધ્ધાંજલિ વ્યક્ત કરી છે.