આજરોજ એલન મસ્કે લેગસી બ્લુ ટિક વેરિફિકેશન એટલે કે પહેલાંનાં જે બ્લુ ટિક વેરિફિકેશન હતાં, તે હટાવી લેવામાં આવ્યા છે. ત્યારે ઘણી નોર્મલ પ્રોફાઇલ પર હજી પણ બ્લુ ટિક વેરિફિકેશન જોવા મળે છે. ત્યારે આ બ્લુ ટિક વેરિફિકેશન માટે તમારે પૈસા આપવા પડશે.
જો તમે પણ બ્લુ ટિક વેરિફિકેશન ઇચ્છો છો અને તેમાં 3 હજારથી વધુ પૈસા બચાવવા માંગો છો, તો અપનાવો આ ટ્રિક
ટ્વિટર પ્રોફાઇલને તમારા લેપટોપ, ડેસ્કટોપ કે મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરો અને ત્યાંથી તમે બ્લુ ટિક માટે એપ્લાય કરો.

મોબાઇલમાં બ્લુટિકનો ચાર્જ માસિક 900 રૂ. અને વાર્ષિક 13% ડિસ્કાઉન્ટ સાથે 9400 રૂ. છે, જ્યારે લેપટોપ વર્ઝનમાં તમને તે વાર્ષિક ફક્ત 6800 રૂ. માં પડશે. તો આ રીતે ખાલી ડિવાઇસ બદલવાથી તમને સારો એવો ફાયદો મળશે અને તમને સમાન લાભો મળશે.
મહત્વનું છે કે, Twitter પર પેઇડ વેરિફિકેશને કારણે ઘણાં ફેન પેજીસ અને મીમ પેજીસ પણ વેરિફાઇડ જોવા મળી રહ્યા છે, જેના કારણે તેઓ ખાસ બેનેફિટ્સ પણ મેળવી શકે છે.