ઓનલાઇન વસ્તુઓ મંગાવવાનાં જમાનામાં હવે ફ્રોડસ્ટર્સ નવો સ્કેમ લઇને માર્કેટમાં આવ્યા છે અને ઘણાં નાગરિકોનાં પૈસા લૂંટાયા છે. ત્યારે આ સ્કેમ અંગે તમારે પણ સાવધાન થઇ જવાની જરૂર છે.
કઇ રીતે થાય છે આ સ્કેમ?
તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિનાં ઘરે કુરિયર બોય પાર્સલ લઇને આવ્યો, પરંતુ તેમણે કંઇ ઓર્ડર જ નહોતું કર્યુ. ત્યારે પેલાં ડિલીવરી બોયે આ પાર્સલ કેન્સલ કરવા માટે એક OTP આવશે, તેમ કહીને મેસેજ મોકલ્યો અને પછી…. બેંક એકાઉન્ટ ખાલી થવા લાગ્યું.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) April 19, 2023
અમદાવાદ પોલીસે પણ આ અંગે લોકોને સાવધાન થવા માટે અપીલ કરી છે અને જણાવ્યું છે કે જો તમે કોઇપણ સાઇટ પરથી ઓર્ડર ન કર્યો હોય અને કોઇ કુરિયર આવે, તો તેને લેવાની સ્પષ્ટ ના પાડી દો અને કોઇપણ પ્રકારનો OTP આપવો નહી. જો આમ કર્યુ, તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઇ શકે છે અથવા તો તમારો ફોન ક્લોન થઇ શકે છે, જેના થકી ફ્રોડસ્ટર્સ તમારી બધી માહિતી એક્સેસ કરી શકે છે.