માર્ચ એન્ડિંગ હોય એટલે ફક્ત ઘરમાં જ નહીં, પરંતુ, દેશભરમાં આર્થિક લેવલે ઘણી અસરો થતી હોય છે. સાથે જ ઘણાં એવા નિયમો છે, જેમાં બદલાવ પણ આવતાં હોય છે. આવો જ એક નિયમ આવતીકાલથી લાગુ પડવાનો છે.
જી હાં, જો તમારું PAN કાર્ડ તમારા Adhar સાથે લિંક નહીં હોય, તો આવતીકાલથી એટલે કે 1લી એપ્રિલથી તમને 1000 રૂપિયાનો દંડ થઇ શકે છે. સાથે જ તમારું PAN કાર્ડ પણ ઇન-એક્ટિવ થઇ જશે, જેને એક્ટિવ કરાવવા માટે તમારે ઇન્કમટેક્સ અધિકારીની પરવાનગી લેવી પડશે.
આ વેબસાઇટથી ચેક કરો કે તમારું PAN અને આધાર લિંક છે કે નહીં?
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની આ વેબસાઇટ દ્વારા તમે તમારું PAN કાર્ડ એટલે કે પરમેનેન્ટ એકાઉન્ટ નંબર તમારા આધાર સાથે લિંક છે કે નહીં, તે ચેક કરી શકો છો.
મહત્વનું છે કે, આ પહેલાં પણ ઘણી વખત સરકાર દ્વારા PAN અને આધાર કાર્ડને લિંક કરવા ડેડલાઇન અપાઇ છે અને સાથે જ લોકોને ગાઇડ પણ કરવામાં આવ્યા છે. જો આ વખતે કોઇ કરદાતા ચૂકશે, તો તેને પારાવાર મુશ્કેલીઓ પડશે, તે ચોક્કસ છે.