ગુજરાતનાં યુવાનેતાઓમાંથી એક એવા હાર્દિક પટેલ છેલ્લાં એક અઠવાડિયાથી ટ્રે્ન્ડિંગમાં છે. તેનું કારણ એ છે કે તાજેતરમાં તેમણે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં ભાજપનાં ભરપેટ વખાણ કર્યા હતા. ત્યારબાદ ગુજરાતનાં રાજકારણમાં ખળભળાટ મચવા પામ્યો છે.
આ પહેલાં વ્હોટ્સએપ, ફેસબુક અને ટ્વિટરમાં હાર્દિક પટેલે જે પ્રોફાઈલ પિક્ચર રાખ્યા હતા, એ ત્રણેયમાં સરખાં હતાં. એમાં બ્લૂ બેકગ્રાઉન્ડ હોય, પોતાનો ફોટો હોય અને બાજુમાં કોંગ્રેસનો પંજો દોર્યો હોય, સાથે લખ્યું હોય કે હું લડીશ અને જીતીશ.

આ પ્રોફાઈલ પિક્ચર વ્હોટ્સએપમાંથી નીકળી ગયું છે અને 23 તારીખે ફોટો બદલ્યા બાદ આજે હાર્દિક પટેલે ફરી ફોટો બદલ્યો છે.
ત્યારે આ પ્રોફાઇલ પિક્ચર બાદ હાર્દિક પટેલ શાસક પક્ષ ભાજપમાં જોડાય તેવા પાક્કા એંધાણ હોવાનું જણાઇ રહ્યું છે. આ પહેલાં હાર્દિક પટેલે પ્રખ્યાત વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યુમાં ભાજપની લીડરશિપ અંગે કહ્યું હતું કે હું તેમની સારી બાબતને સ્વીકારું છું. તેમણે કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી, રામમંદિર બનાવડાવ્યું, એને મેં સ્વીકાર્યું હતું અને તેમનાં આ પગલાંને બિરદાવું છું.