આજરોજ અબુધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલા ADNOC ફર્મનાં ઓઇલ સ્ટોરેજ ફેસિલીટી નજીક ત્રણ ટેન્કરમાં બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટની જવાબદારી યેમેનનાં હૌતી ગ્રુપે લીધી છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, આ હુમલામાં 3 વ્યક્તિઓનાં મૃત્યુ થયા છે, જેમાં એક પાકિસ્તાની અને બે ભારતીય છે.
Footage from 4 hours ago in #AbuDhabi, #UAE from Snapchat shows a large plume of smoke rising from the area near the reported attack. Footage was taken from https://t.co/TX9XEzHluv pic.twitter.com/9mWdgXRUMW
— Aurora Intel (@AuroraIntel) January 17, 2022
આકાશમાં દેખાયા હતા ડ્રોન
એવું કહેવાય છે કે, વિસ્ફોટ પહેલાં આકાશમાં ડ્રોન દેખાવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, પોલીસે માહિતી આપી કે આ બ્લાસ્ટનાં સ્થળ પાસે નાના પ્લેન જેવી વસ્તુના ટુકડા મળી આવ્ય છે, જે લગભગ ડ્રોનનાં હોઇ શકે છે. મહત્વનું છે કે, યેમનનાં એનર્જી પ્રોડ્યુસિંગ પ્રદેશોમાં હાલ આર્મીની અથડામણો ચાલી રહી છે.