- ચૂંટણી પંચની ખાસ પત્રકાર પરિષદ
- મતદાન સમયે ખાસ કોવિડની ગાઇડલાઇન થશે ફોલો
નવી દિલ્હી: કોરોના વચ્ચે ફરીથી ભારતનાં મહત્વનાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનાં પડઘમ વાગવાનાં છે. આજરોજ આ અંગે ઇલેક્શન કમિશન દ્વારા ખાસ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં આગામી સમયમાં ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડમાં ચૂંટણી યોજાશે.
મહત્વનું છે કે, આ પાંચ રાજ્યોમાં આટલી સીટ પર જંગ યોજાશે. આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે કોરોનાની સ્થિતિ વચ્ચે ચૂંટણી માટે તમામ પક્ષોના સૂચનો લેવામાં આવ્યા હતા
- Uttar Pradesh- 403 Seats
- Manipur- 60 Seats
- Goa- 40 Seats
- Uttarakhand- 70 Seats
- Punjab- 117 Seats
It is mandatory for political parties to upload on their website detailed information regarding individuals with pending criminal cases selected as poll candidates. They will also have to give a reason to select the candidate: CEC Sushil Chandra pic.twitter.com/PBtvf45Jsa
— ANI (@ANI) January 8, 2022
સૌથી મહત્વનું રાજ્ય ઉત્તર પ્રદેશ
મહત્વનું છે કે, આ પાંચ રાજ્યોમાં સૌથી મહત્વનું રાજ્ય ઉત્તર પ્રદેશ રહેશે, કારણકે ત્યાં જે સરકાર બને તે જ કેન્દ્રમાં સરકાર નક્કી કરે, તેવો વણલખ્યો નિયમ છે. દેશની કુલ 17% જેટલી વસ્તી આ રાજ્યમાં વસે છે, ત્યારે અહીંની 403 સીટ માટેનો જંગ ખરાખરીનો રહેશે.
આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા કેટલાંક ખાસ પગલાં પણ લેવામાં આવ્યા છે. દરેક પક્ષનાં ઉમેદવારોએ ગુનાહિત માહિતી આપવી જરૂરી રહેશે. આ સાથે જ આયોગ દ્વારા બનાવવામાં આવેલ નો યોર કેન્ડીડેટ એપ પર તમામ ઉમેદવારોની માહિતી ઉપલબ્ધ હશે.