દેશનાં પાંચ રાજ્યોમાં હાલ ચૂંટણીનો માહોલ છે, જેમાં સૌથી મહત્વનાં રાજ્યો ઉત્તર પ્રદેશ અને પંજાબ છે, કારણકે ત્યાં સમગ્ર દેશની નજર છે કે કોની સરકાર આવશે? જોકે, આ પહેલાં પંજાબમાં મતદાન 14 ફેબ્રુઆરીનાં રોજ યોજાવાનું હતું, પરંતુ તેની તારીખ બદલાઇ છે.
Punjab Assembly election will be held on 20th February: ECI pic.twitter.com/rPJTAt0OEn
— ANI (@ANI) January 17, 2022
હવે પંજાબમાં ઇલેક્શન 20મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. મહત્વનું છે કે, સંત રવિદાસ જયંતિ હોવાને કારણે બધા રાજકયી પક્ષોએ આ તારીખ આગળ વધારવાની માંગ કરી હતી. ત્યારે ઇલેક્શન કમિશને તેને માન્ય રાખીને તારીખમાં ફેરફાર કર્યો છે.
જોકે, 16 ફેબ્રુઆરીએ સંત રવિદાસ જયંતી હોવાથી મોટાભાગનાં લોકો પંજાબથી વારાણસી જતાં હોય છે, જેને કારણે મતદાતાઓ પોતાના વોટિંગ અધિકારથી વંચિત રહી શકે છે, તેવી સંભાવના પણ ઘણાં નેતાઓએ વ્યક્ત કરીને ઇલેક્શન મોકૂફ રાખવા જણાવ્યું છે, જે લગભગ નહીવત શક્યતાએ છે.