વિશ્વનાં ટોચનાં ધનકુબેરોમાંથી એક અને Tesla નાં CEO એવા એલન મસ્ક પોતાની ટ્વિટ્સ અને તેના ક્વિક રિપ્લાય માટે ફેમસ છે. તાજેતરમાં જ એક ભારતીય યુઝરે તેમને પૂછ્યું હતું કે ભારતમાં Tesla કાર ક્યારે લોન્ચ કરવામાં આવશે? ત્યારે એલન મસ્કે રિપ્લાય કર્યો હતો કે તેઓ હજી પણ ભારત સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છે અને ઘણાં ચેલેન્જીસનો સામનો કરી રહ્યા છે.
આ ટ્વીટનાં રિપ્લાયમાં તેલંગણાનાં કોમર્સ મિનિસ્ટર KTR એ ટ્વીટ કરીને રિપ્લાય આપ્યો કે તેઓ Tesla સાથે પાર્ટનરશીપ કરવા ઇચ્છે છે અને તેલંગણા એક પરફેક્ટ રાજ્ય છે, જ્યાં Tesla બિઝનેસ સેટ કરી શકશે.
આ જ ટ્વિટ થ્રેડમાં આગળ વધતાં તેલુગુ એક્ટર અને સાઉથ સેન્સેશન વિજય દેવેરકોન્ડાએ ટ્વિટ કરીને એલન મસ્કને કહ્યું કે, તમે હૈદરાબાદ આવો. તેલંગણા સરકાર પણ ટેરિફિક છે.
.@elonmusk –
Come to Hyderabad – India!!!
It will be epic to have you 🤍The Government here in Telangana is terrific too..
— Vijay Deverakonda (@TheDeverakonda) January 15, 2022
મહત્વનું છે કે, આ પહેલાં એલન મસ્કની બ્રોડબેન્ડ સર્વિસ Starlink ને પણ સરકાર તરફથી પરમિશન મળી નહોતી. આ પહેલાં કંપનીએ ઓર્ડર લેવાનું શરૂ કર્યુ હતું, પરંતુ ભારત સરકારે લાયસન્સ ન આપતાં તે પ્રક્રિયા રોકવામાં આવી હતી. સાથે જ કંપનીએ બધા કસ્ટમરને રિફંડ આપવા પણ જણાવ્યું છે. એલન મસ્કની કંપની જાન્યુઆરી અંત સુધીમાં લાયસન્સ મેળવે તેવી પ્રાથમિક માહિતી હાલ જાહેર કરવામાં આવી છે.
આ બધા વચ્ચે Tesla કાર માટે પણ ભારત એક મહત્વનો દેશ બની રહેશે. કારણકે ભારતની લગભગ 140 કરોડની વસ્તી હાલમાં દુનિયાભરનાં ઇનોવેશન અને ટેક્નોલોજીને આવકારી રહી છે. ભારત હાલ સ્ટાર્ટ-અપનો દેશ બની રહ્યો છે, ત્યારે જોવાનું એ છે કે Tesla ને ભારતમાં ગ્રીન સિગ્નલ ક્યારે મળે છે!