- રિયલ લાઇફ ટોની સ્ટાર્કનું મોટું પગલું
- Tesla નાં સ્ટોકનો કુલ 10% હિસ્સો વેચવા કાઢ્યો
SpaceX નાં CEO એવા એલન મસ્કે પોતાની એક ટ્વીટર પોલ બાદ પોતાના 10% શેર વેચવા કાઢ્યા છે. આ પહેલાં તેમણે 7મી નવેમ્બરનાં રોજ ટ્વીટર પર પોલ કરી હતી કે તેઓ તેમના Tesla નાં સ્ટોકમાંથી 10% હિસ્સો વેચવા માંગે છે, શું લોકો તેને આવકારશે, ત્યારે 57.9% લોકોએ હા પાડી હતી. આનાં પગલે તેમણે ગઇકાલે કુલ
Much is made lately of unrealized gains being a means of tax avoidance, so I propose selling 10% of my Tesla stock.
Do you support this?
— Elon Musk (@elonmusk) November 6, 2021
1 બિલિયનથી વધુ છે કિંમત
એલન મસ્કે વેચવા કાઢેલા શેરની કુલ કિંમત 1 બિલિયનથી વધુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની કોઇપણ કંપનીમાંથી સેલરી કે બોનસ લેતા નથી, તેમની પાસે ફક્ત કંપની સ્ટોક જ છે, જેથી તેઓ ટેક્સ ભરી શકે અને ટેક્સ ભરવા માટે તેમણે આ પગલું ભર્યુ હોવાનું જણાવાય છે.
મહત્વનું છે કે, એલન મસ્ક ટ્વીટર પર સખત એક્ટિવ છે અને પોતાની અવનવી ટ્વીટ્સથી તેઓ વાઇરલ થતાં રહે છે. હાલમાં તેઓ અમેરિકાનાં ટેક્સાસ રાજ્યમાં રહે છે, જ્યાં Income Tax લાગતો નથી, પરંતુ તેઓ પહેલાં કેલિફોર્નિયામાં રહેતા હતા, જ્યાં એક પ્રકારનો વેરો ભરવો પડશે, તેવું નિષ્ણાતોનું કહેવું છે.